રામબાગ પ્રાથમિક શાળાના બ્લોગમાં શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Thursday 21 September 2017

વિશ્વ યોગ દિન

આંતરરાષ્ટ્રીય  યોગદિવસ ર૧મી જૂન ર૦૧૭ 
 ‘ યોગ એટલે તન અને મન ની તંદુરસ્‍તી 'શારીરિક શિક્ષણ સાથેનું સર્વાંગી શિક્ષણ સ્‍વ'નું સ્‍વયં સાથેનું  જોડાણ.
યોગને પ્રાર્થના કાર્યક્રમમાં જ સમાવિષ્‍ટ કરી દરરોજ પ્રાણાયામ, ઘ્‍યાન મુદ્દાને મહત્‍વ આ૫વામાં આવેલ છે. ર૧મી જૂને યોગદિનની ઉજવણીના ભાગરૂપે અમારી શાળાના વિદ્યાર્થીઓને ઊંઝાના જીમખાના મેદાનમાં સવારે ૭:૦૦ કલાકે ૫હોંચવાનું હતું .આયોજન મુજબ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ત્‍યાં ૫હોંચી ગયા. ત્‍યાં સૌ પ્રથમ  હળવી કસરત દ્વારા શરૂઆત કરવામાં આવી પ્રાણાયામ, ઘ્‍યાન મુદ્દા તથા બેસીને કરવાના આસનો કરવામાં આવ્‍યા તેમાં વક્રાસન,ભદ્રાસન,અર્ધઉષ્‍ટ્રાસન,વજા્સન જેવા આસનો કર્યા.
ઉભા  રહીને કરવાના તડાસન,વૃક્ષાસન,હસ્‍તપાદાસન,ત્રિકોણાસન જેવા આસનો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કર્યા.
સૂર્યનમસ્‍કાર તથા પેટ ૫ર સૂઈને આસનો કરવામાં આવ્‍યા.આ આસનોને શાળામાં તથા સંઘવ્‍યાયામના  તાસમાં ૫ણ સ્‍થાન આ૫વામાં આવેલ છે.


શાળા પ્રવેશોત્સવ

શાળા પ્રવેશોત્‍સવ-ર૦૧૭/૧૮
            સને ર૦૧૭/૧૮ શાળા પ્રવેશોત્‍સવ અમારી શાળાનો રર/૬/ર૦૧૭ ના રોજ યોજાયેલ. આયોજન મુજબ અમારી શાળાના બાળકોને લઈને અમે દૂધલીપોળ પ્રા.શાળા નં-૧ માં ગયા હતા. પ્રવેશોત્‍સવ માં એમ.કે.જોષી સાહેબ તથા ઉ૫સ્‍થિત આર્ટઓફ લિવિંગના દાતાશ્રી , બંને શાળાઓના SMC ૫રિવાર,  APMC ના વાઈસ ચેરમેનશ્રી ઉ૫સ્‍થિત રહયા હતા.
              બંને શાળાઓના વિદ્યાર્થીઓએ કાર્યસૂચિ પ્રમાણે પ્રાર્થના - મનુષ્‍ય તુ બડા મહાન હૈ' દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી આંગણવાડી અને ધો-૧માં પ્રવેશપાત્ર બાળકોનું સ્‍વાગત કરી શાળા પ્રવેશ કરાવ્‍યો ધો-૧ના બાળકોને આર્ટ ઓફ લિવિંગના દાતાશ્રી તરફથી સ્‍કુલબેગ કીટ તથા આંગણવાડીના બાળકોને રમકડાંની કીટ નું વિતરણ કરવામાં આવ્‍યું ધો-૩ થી ૮ માં વાર્ષિક ૫રીક્ષામાં પ્રથમ ક્રમાંક  મેળવનાર વિદ્યાર્થીઓનું પુસ્‍તકથી સન્‍માન કરવામાં આવ્‍યું.
અમારી શાળાના વિદ્યાર્થીઓનું NMMS ૫રીક્ષામાં વિશિષ્‍ટ સિઘ્‍ધિ મેળવવા બદલ સન્‍માન  કરવામાં આવ્‍યું .વિદ્યાર્થીઓના અમૃતવચનમાં બેટી બચાવો, પાણી બચાવો, તથા સ્‍વચ્‍છતા વિશે પોતાના સુંદર વકતવ્‍યો રજુ કર્યા.
મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ સાથે વ્રુક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો. રાષ્ટ્રગીતનું ગાન કરી સમાપન કરવામાં આવ્યું. ત્યારબાદ બાળમેળા નું આયોજન શાળામાં કરેલ હોવાથી બાળકો સાથે શાળામાં આવી ગયા.
શાળામાં ૧ થી ૫ અને ૬ થી ૮ અલગ અલગ વિભાગમાં બાળમેળાનું આયોજન કરેલ. તેમાં વિદ્યાર્થીઓએ પરિપત્ર મુજબ વિભાગ પ્રમાણે સુંદર પ્રવૃત્તિઓ કરેલી. તેનું મહેમાનોએ નિરિક્ષણ કર્યું. ત્યારબાદ શૈક્ષણિક મૂલ્યાંકન તપાસવામાં આવ્યું.